ખેતી ભારત ના મુળ પાયા નો એક અંગ છે. ભારત ના વિકાસ મા મહત્વ નો ફાળો આપે એટલે ખેતી. વર્ષો થી ખેતી ભારતમા થતી આવી છે. વધતી જતી જન સંખ્યા ની સાથે સાથે જ એમના ભારણ પોષણ ની માગો ને પોહચી વળવા ખેતી ની સાથે સાથે ખેડૂત પર પણ ભાર વધ્યો છે. પરંતુ આજની સદી મા વધતા જતા કીટનાશક દવા, રસાયણ, જંતુનાશકો વિગેરે ને લીધે કેન્સર જેવા જીવલેણ રોગો નો ઉપદ્રવ વધી ગયા છે. દરરોજ એક નવા કેન્સર રોગો ના નામો સાંભળવા મળે. એક અભ્યાસ મુજબ આ પાછળ નું તથ્ય એ જાણવા મળ્યું છે કે આહાર મા લેવામા આવતા વિવિધ શાકભાજી તેમજ ફળફળાદિ મા રહેલા કીટનાશક દવા, રસાયણ અને જંતુનાશકો ના અવશેષો મનુષ્ય ના વિવધ અંગ ની કોશિકાઓ ને પોતાના સામાન્ય કર્યો મા નુકસાન પોહચાડે છે અથવા તો એમને એ હદે વધારી દે છે કે જેના પર મનુષ્ય નો અંકુશ જ રેહતો નથી અને ઉત્પન થાય છે કેન્સર રોગો.
રસાયણિક ખેતી ની શરૂવાત ૧૯ મી સદી મા મોટે પાયે થઇ હતી જેમા સરકાર ધ્વારા વિવિધ રસાયણિક ખાતરો માટે રાહત આપવા નું કાર્ય પણ શરુ થયું હતું જે આજે પણ કાર્યરત છે. રસાયણિક ખેતી તે સમયે ખુબ જોર શોર થી વિકસિત થતી હતી અને હાલ ને તબ્બકે પણ સારી એવી ખેડૂત ને ઉપજ આપી જાણે છે. રસાયણિક ખેતી સર્વાધિક રીતે વૈજ્ઞાનિકો ધ્વારા તપાસી ગઈ અને મૂલ્યાંકન કરેલ છે. તેમા ઉપયોગ માં લેવાતા વિવિધ ખાતરો, દવા, કીટનાશક વિગેરે ને મૂલ્યાંકિત કરેલા છે. રસાયણિક ખેતી મુળ રીતે જમીન માં ઉણપ ને દુર કરી, વિવિધ પાકો મા વધારો કરી ખેડૂત ને ઉપજ આપનારી છે એમાં કોઈ શંકા નથી પરંતુ મર્યાદા થી વધતા જતા દવા અને રસાયણોનો માર્ગદર્શન વગર, બેફામ, પ્રમાણિત માત્રા કરતા વધારે, વધારે પાક લેવાની લાલસા, અપૂરતું જ્ઞાન,અને અનિયમીત ઉપયોગ એવા વિવિધ કારણો ને લીધે છોડ અને પાકો નિષ્ક્રિય પામ્યા છે. એમના મા રહેલી મદહંશ પ્રમાણ ની રોગ પ્રતિકારક શક્તિ પણ નાબુદ થવાથી પરિણામે સંપૂર્ણપણે દવા નો ઉપયોગ કરવો પડે છે અને એને લીધે આહારમાં પણ એમનું પ્રમાણ ઉતરી આવે છે જે પરિણામે વિવધ રોગો નું કારણ બને છે. સાથે સાથે જમીન ને પણ નુકસાન કરે છે.
જયારે રસાયણિક ખાતરો હયાત નહિ હતા ત્યારે પણ ખેતી થતીજ હતી. આપણા પૂર્વજો પણ ખેતી પર જ તો નિર્ભર હતા. એ સમયે પણ ખેતી તો થતી જ હતી. શું રસાયણિક ખાતરો ના અભાવે એમને ખેતી કરવાનું છોડી દીધું હતું ? ના. રસાયણિક ખેતી મા બહુજ મોટા પાયાની ઉણપ છે. આ ખેતી કરવાથી લાખો ને કરોડો જમીન ના સારા જીવાણું નો નાશ થાય છે સાથે સાથે પાકો માં થતી ગરમી ને લીધે બીજા અન્ય જરૂરી એવા માક્રોબ જેવાકે બેક્ટેરિયા, ફંગી, અને બીજા અનેક જીવાણુ ની વસ્તી જ નાશ પામે છે. હાનીકારક નો નાશ કરવા ની સાથે સાથે જ સારા એવા જીવાણું ઓ નો પણ નાશ થાય છે. પરિણામે, આવી જમીન લાંબા સમય સુધી સારા પાકો આપવા માં નિષ્ફળ જાય છે. જે વૈજ્ઞાનિકો અને પશ્ચિમી દેશો એ રસાયણિક ખેતી ની શરૂવાત કરી હતી, આજે તેવો જ આપણી મૂળભૂત એવી સજીવ ખેતી કરવા માટે ની સલાહ આપે છે. આપણી સંસ્કૃતિ એ આપેલી અનેક વસ્તુ ઓ પશ્ચિમી દેશો કરતા ચડિયાતી છે પરંતુ આજનો માનવી અનુકરણ મા જ અને સેહ્લય થી મળતી, પરિશ્રમ કર્યા વગર જડપ થી વધુ કમાવા મા જ એ માને છે. આપણી ખેતી એ આપણા પૂર્વજો એ આપેલો વારશો છે અને એ ટકાવી રાખવા, વિકસાવવા તથા સમગ્ર સમાજ અને દેશ ના હિત માટે ફરી સજીવ ખેતી અપનાવો એમાં જ સૌ ની ભલાઈ છે તથા ખુબ કમાણી કરી આપતી અને લાંબા સમય સુધી કરતા ઉપજ આપી શકે એમ છે.
સજીવ ખેતી વિષે આપણે થોડું જાણીએ:
- સજીવ કહો કે જૈવિક કહો, પણ વાત એક જ છે. કોઈક વિસ્તાર માં એને જૈવિક કહેવામાં આવે છે તો કોઈક વિસ્ર્તારમાં એને સજીવ.
- સજીવ ખેતી મૂળભૂત રીતે સંપૂર્ણ રસાયણ નો ઉપયોગ કાર્ય વગર કરવા મા આવે એટલે એને સજીવ ખેતી કેહવા મા આવે છે.
- એક ચપટી જેટલા પણ રસાયણ નો ઉપયોગ કરવા મા આવે એટલે સજીવ ખેતી ની પધ્ધતિ નો ભંગ થાય છે.
- સંપૂર્ણ રીતે રસાયણ વિના, દવા નો છટકાવ કર્યા વિના, કુત્રિમ રીતે બનાવેલા બિયારણનો ઉપયોગ કર્યા વિના અને સાથે સાથે સંપૂર્ણ રીતે કુદરતી પધ્ધતિ થી કરવા મા આવે ત્યારેજ સજીવ ખેતી ખરા અર્થ મા સાબિત થાય છે.
- તેમા માત્રા ને માત્ર સારા જીવાણું ઓ, અળસિયાથી બનાવેલું વર્મીકોમ્પોસ નો ઉપયોગ થાય છે.
- પાકો ને સાથે સાથે રોગો થી બચાવા માટે તથા કીટકો સામે રક્ષણ પૂરુ પાડવા માટે વિવિધ પ્રકારની પધ્ધતિ નો ઉપયોગ થાય છે જેમકે જૈવિક ખાતર, ગાય આધારીત ખેતી, પાચંગવ્ય તથા મૂળભૂત ઘરઘર્થું દવા નો ઉપીયોગ કરી શકાય એમ છે.
- પાકો ને જાળી થી રક્ષણ આપી ઉડતા પતંગિયા, બહારી પક્ષી તથા વિવિધ પ્રકાર ના પંખી સામે રક્ષણ આપી સકાય છે.
આ હતા અમુક પાયાની વિગતો જેમા મૂળભૂત બાબતો નો સમાવેશ છે. સાથે સાથે ખેડૂત ભાઈઓ ને વિચાર આવી શકે કે જો આ રીતે ખેતી કરવા માં આવે તો એમને કઈ રીતે ફાયદો થઇ શકે ?
- સજીવ ખેતી મા પાકો એકદમ સારી રીતે થાય છે.
- હાલ ના તબ્બકે સજીવ ખેતી નું સંપૂર્ણ પણે અલગ જ માર્કેટ છે.
- આ માર્કેટ મા સજીવ ખેતી થી થયેલા પાકો નો ૨૦ થી ૪૦ ગણા ભાવ થી વેચાય છે.
- સાથે સાથે સજીવ ખેતી લાંબા સમય થી કરવા મા આવે તો વધુ ખર્ચો થતો નથી અને સામાન્ય પાકો થી ૨૦ થી ૪૦ ગણા ભાવે વેચાય છે.
- દેશ-વિદેશ મા બહુજ માંગ છે.
- દેશ ના ગણા ખેડૂતો આ ખેતી અપનાવી ચૂકયા છે અને વિદેશો મા પણ વેચે છે.
સજીવ ખેતી કરવા માટે સરકાર શરુવાતી સહાય પૂરી પાડે છે. તેમજ સરકાર ધ્વાર તેમજ વિવિધ ખાનગી એજન્સી માર્ગદશન પૂરું પાડે છે. લગભગ શરુ કર્યાના ૧ વર્ષ ની અંદર જો ખેડૂત સંપૂર્ણ રીતે સજીવ ખેતી અપનાવી કરતો હોઈ તો તે “ certification” મોહર માટે કોઈ પણ મોહર કરી આપતી એજન્સી નો સંપર્ક કરી, જરૂરી ફી આપી પોતાના ખેતર ને “Organic” નું પ્રમાણપત્ર મળી શકે એમ છે . અને આજ પ્રમાણપત્ર ના આધાર પર ખેડૂત દેશ માં ગમેત્યા તથા વિદેશો માં ધંધો કરી શકે છે. તો આજેજ અપનાવો અને સજીવ, રસાયણ મુક્ત આહાર ની શરૂવાત કરો અને સાથે સાથે લાખો – કરોડો કમાવાની તક જડપો.
إرسال تعليق