લેપ્ટોસ્પાઈરોસીસ
લેપ્ટોસ્પાઈરોસીસ જીવાણું  જન્ય ઉંદર અને પ્રાણી ધ્વારા મનુષ્યમાં  થતો(ઝુનોટીક) રોગ છે. દક્ષિણ ગુજરાતમાં   વલસાડ, નવસારી અને સુરત જીલ્લામાં  છેલ્લા કેટલાક વર્ષો  આ રોગ વર્ષા  ઋતુમાં  મનુષ્યોમાં  જોવા મળે છે. દક્ષિાણ ગુજરાતમાં  લેપ્ટોસ્પાઈરોસીસના કેસો જુલાઈ માસથી નવેમ્બર માસની શરૂઆત સુધી જોવા મળે છે. પરંતુ રોગનું સૈાથી વધુ પ્રમાણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં  હોય છે.  લેપ્ટોસ્પાઈરોસીસ રોગના થવા માટે નીચેના પરિબળો જવાબદાર છે.
(૧) પાણીનો ભરાવો થવાથી
(ર) હવામાં  ભેજનું પ્રમાણ વધવાથી.
(૩) ૩ દિવસ કે વધુ સમય સુધી સૂર્યપ્રકાશ ન હોય અથવા વાદળવાળું વાતાવરણ લંાબા સમય સુધી રહેવાથી 
(૪) પાણી ભરાયેલ વિસ્તારમાં  મનુષ્ય લાંબા સમય સુધી કામ કરતો હોય
(પ)    ડાંગરની રોપણી, કાપણી વગેરે કાર્ય કરતો હોવાથી.
લેપ્ટોસ્પાઈરોસીસ રોગ ઉંદર અને પાલતુ પશુ જેવા કે ગાય, ભેંસ, બકરા, ઘોડા, રખડતા પશુ જેવા કે ડુકકર, કૂતરા તેમજ અન્ય પશુ જેવા કે શિયાળ, હરણ વગેરે આ રોગના ફેલાવામાં  મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરંત, દેડકા અને સાંપમાં  પણ લેપ્ટોસ્પાઈરોસીસના જીવાણુ જોવા મળે છે. ઉંદર અને પશુના મૂત્ર ધ્વારા લેપ્ટોસ્પાઈરોસીસના જીવાણુ પાણી અને જમીનમાં  ભળે છે અને ઉપર મુજબનું વાતાવરણ મળે ત્યારે ખૂબ જ ઝડપથી તેમની સંખ્યા વૃદ્ધિ  થાય છે અને આ જીવાણુઓ જયારે મનુષ્યના સંપર્કમાં  આવે ત્યારે આ રોગ મનુષ્યમાં જોવા મળે છે. 
લેપ્ટોસ્પાઈરોસીસ રોગમાં  મનુષ્યમાં  જોવા મળતા લક્ષાણો:
સામાન્ય રીતે આ રોગમાં  મનુષ્યને તાવ આવે છે. શરીર ખુબ જ દુખે છે. કોઈક વખત માથું દુ:ખે છે. 
આંખ લાલાશ દેખાય છે. 
૩ થી ૪ દિવસ બાદ કમળાના ચિન્હો જોવા મળે છે. 
પેશાબ ઓછો થઈ જાય છે કે બંધ થઈ જાય છે. ઘણી વખત માનસિક અવસ્થામંા ફેરફાર થાય છે. 
મેનીન્જાઈટીસના ચિન્હો જોવા મળે છે. કોઈક કિસ્સાઓમાં  દરદીને શ્વાસ લેવામંા તકલીફ પડે છે. 
જયારે આ રોગમાં  આવા એક કરતા  વધારે અવયવોને અસર કરે છે ત્યારે (મલ્ટી ઓર્ગન ફેઈલ્યોર) જોવા મળે છે અને દરદીને ખાસ પ્રકારના સાધનો અને વિશિષ્ટ અનુભવ અને લાયકાત ધરાવતા ર્ડાકટરો ધ્વારા તાત્કાલિક સારવાર પૂરી પાડવી ખૂબ જ જરૂરી છે. 
સમયસર યોગ્ય સારવાર ન મળે તો મનુષ્યનું મૃત્યુ થાય છે. લેપ્ટોસ્પાઈરોસીસ રોગમાં  ર૦ ટકા સુધી મૃત્યુનું પ્રમાણ સામાન્ય સંજોગોમાં  જોવા મળે છે.
પશુઓમાં  લેપ્ટોસ્પાઈરોસીસ રોગમાં  ગાય, ભેંસ વગેરે પ્રાણીઓમાં  તાવ આવવો. દૂધ આપતા પશુમાં  દૂધ ઘટી જવું અથવા બંધ થઈ જવું , એબર્ર્શન વગેરે ચિન્હો જોવા મળે છે. 
મોટાભાગના કિસ્સામાં  અસરગ્રસ્ત પશુમાં  બે થી ત્રણ દિવસ તાવના જ ચિન્હો જોવા મળે છે. ઘણા પશુઓ લેપ્ટોસ્પાઈરોસીસ રોગના ચિન્હો દર્શાવ્યા સિવાય પેશાબ વાટે લેપ્ટોસ્પાઈરા ઓગર્નીઝમનો પ્રસાર  કરતા હોય છે. 
બ્રસુલ્લોસીસ (ચેપી ગર્ભપાત)
બ્રસુલ્લોસીસ એ ગાય-ભેંસ, ઘેટાં, બકરામાં  જોવા મળતો ચેપી રોગ છે. જે બ્રુસેલ્લા પ્રકારના જીવાણુઓથી ઉત્પન્ન થાય છે. આ રોગ વિશ્વના મોટાભાગનાદેશોમાં  જોવા મળે છે. ગાય અને ભેસ વર્ગના પશુઓમાં  આ રોગ બ્રુસેલ્લા એબોર્ટસ નામના જીવાણુઓથી થાય છે. જયારે ઘેટાં બકરાંમાં બ્રુસેલ્લા મેલીટાન્સીસ નામના જીવાણુઓથી આ રોગ ઉત્પન્ન થાય છે. આ રોગનો ફેલાવો રોગીષ્ટ પશુના સંસર્ગ અને તેમના ધ્વારા પ્રદૂષ્ત થયેલ આહાર અને પાણી ધ્વારા સહેલાઈથી થાય છે. રોગીષ્ટ પશુઓનાગર્ભાશયના સ્ત્રાવ ધ્વારા આ જીવાણુઓ વાતાવરણમાં  ભળે છે અને વાતાવરણમાં  ઘણા લાબા સમય સુધી જીવીત રહી શકે છે. તંદુરસ્ત પ્રાણીઓમાં  પ્રદુષ્ત ઘાસ પાણી ધ્વારા, આંખો ધ્વારા, ચામડી ધ્વારા અથવા તો શ્વાસ લેતી વખતે આ જીવાણુઓ શરીરમાં  દાખલ થાય છે. આ ઉપરાત રોગીષ્ટ નર પશુના કૃત્રિમ વીર્યદાન ધ્વારા પણ માદા પશુમાં  આ રોગનો ફેલાવો થાય છે.
રોગના લક્ષાણો:
આ રોગમાં  માદા પશુઓમાં  ગર્ભાધાન બાદ પંચ માસ કે ત્યાર બાદ ગર્ભપાત થાય છે.
આ ઉપરાત ગર્ભાશયમાં  સોજો આવવો, મેલી ન પડવી તથા એક જ પશુમાં  વારંવાર ગર્ભપાત થવો વગેરે ચિન્હો જોવા મળે છે. 
જયારે નર પશુઓમાં શુક્રપિંડમાં સોજો તથા વૃષ્ણકોથળી સૂજી જવી જેવા લક્ષાણો જોવા મળે છે.
આ રોગના જીવાણુઓ ગર્ભાધાન પામેલ પશુઓમાં ગર્ભાશયમાં, જયારે બિનગર્ભવતી પશુઓમાં બાવલા તથા બાવલાની નજીક આવેલી લસિકાગ્રથી માં જોવા મળે છે. જયારે નર પશુઓમાં  શુક્રપિંડ માં  રોગના જીવાણુઓ રહેલા હોય છે.
બ્રસુલ્લોસીસ (ચેપી ગર્ભપાત)રોગમાં  મનુષ્યમાં  જોવા મળતા લક્ષાણો:
સામાન્ય રીતે આ રોગમાં  મનુષ્યને તાવ આવે છે. શરીર ખુબ જ દુખે છે.
પીઠ ના ભાગે દુખવો થાઇ છેઈ માથું દુ:ખે છે. 
રાત્રિ ના સમયે પરસેવો  થાઇ છેઈ થાક લાગે છે.
પેટ મા દુખે છેઈ પગ ના સાંધા મા દુખવો અને સોજો ચડે છે. 
પુરુષ મા વન્ધત્ય પંણ આવી શકે છે.
સારવાર
આ રોગના લક્ષાણો જો પશુઓમાં જોવા મળેતો નજીકના પશુચિકિત્સકનો તાત્કાલીક સંપર્ક કરવો જોઈએ
બિમાર પશુને અન્ય સ્વસ્થ પશુઓથી દૂર બાધવા.

ડૉ પ્રદીપ બૉરડીયા, ડૉ હરિશ સવસાણી અને  ડૉ શ્રુતિ નાયર
જુનાગઢ વેટેનરી કોલજ, જુનાગઢ

Post a Comment

أحدث أقدم